નેધરલેન્ડમાં વર્તમાન સરકાર સામે સ્થળાંતર નીતિને લઈ મોટી મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે હવે વર્તમાન ગઠબંધન સરકારના પ્રધાનંત્રીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
નેધરલેન્ડમાં વર્તમાન સરકાર સામે સ્થળાંતર નીતિને લઈ મોટી મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે હવે વર્તમાન ગઠબંધન સરકારના પ્રધાનંત્રીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
હાલની સરકારના ડચ પ્રધાનમંત્રી માર્ક રુટેએ સ્થળાંતર નીતિ પર સમજૂતી નહીં સધાતા ગઠબંધન સરકારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. માર્ક રુડે કહ્યું કે, સ્થળાંતર નીતિ પર ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો પછી ડચ સરકાર પડી ભાંગી છે. શુક્રવારે પ્રધાનમંત્રી રુટેની અધ્યક્ષતામાં થયેલી કટોકટી વાટાઘાટોમાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, માર્ક રુટેના નેતૃત્વમાં ગઠબંધન સરકાર દોઢ વર્ષ પહેલાં જ રચાઈ હતી. જો કે સરકાર રચાયા બાદ છેલ્લા કેટલાક સમયથી સ્થળાંતર નીતિ પર સરકાર સાથે જોડાયેલા પક્ષો વચ્ચે જ મતભેદો સામે આવી રહ્યા હતા. જેના કારણે હવે માર્ક રુટે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
માર્ક રુટેએ કટોકટી કેબિનેટ બેઠક બાદ શુક્રવારે સાંજે મીડિયા સાથે વાત કરતી વખતે સરકારના પતનની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ શનિવારે કિંગ વિલેમ-એલેક્ઝાન્ડરને પોતાનું રાજીનામું આપશે. જો કે, રુટેએ કહ્યું કે, જ્યાં સુધી નવી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી તમામ મંત્રીઓ સંભાળ રાખનાર કેબિનેટ તરીકે તેમનું કામ ચાલુ રાખશે.