રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબથી ગુજરાત સુધીના ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબથી ગુજરાત સુધી નિર્માણ પામેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કરશે. ભારત સરકારે ભારત માલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વેનું ૨૨,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કર્યું છે. તેનો લગભગ ૪૫ % ભાગ રાજસ્થાન સાથે જોડાયેલો છે. આ ૬ લેન ગ્રીન ફિલ્ડ ઈકોનોમિક કોરિડોરની સાથે રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, જોધપુર અને બાડમેર જિલ્લાઓ સીધા જોડાશે.
રાજસ્થાનમાં એક્સપ્રેસ-વેની લંબાઈ ૫૦૦ કિમીથી વધુ છે. આ એક્સપ્રેસ વે હનુમાનગઢ જિલ્લાના જાખડાવલી ગામથી જાલોર જિલ્લાના ખેતલાવાસ ગામ સુધી ચાલશે. આ એક્સપ્રેસ-વેના ઉદ્ધાટન બાદ મુસાફરોનો સમય તો બચશે જ, સાથે જ મોટા શહેરો અને ઉદ્યોગો સુધી પહોંચવું પણ સરળ થઈ જશે. આ કોરિડોરથી રાજસ્થાનના પ્રવાસનમાં પણ તેજી આવશે. આ ગ્રીન ફિલ્ડ ઈકોનોમિક કોરિડોર રાજસ્થાન ઉપરાંત પંજાબ, હરિયાણા અને ગુજરાતને એકસાથે જોડશે.
પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમૃતસરને જામનગર સાથે જોડતો ૯૧૭ કિલોમીટર લાંબો આ ગ્રીનફિલ્ડ ૬-લેન એક્સેસ કંટ્રોલ્ડ કોરિડોર ઉત્તર અને મધ્ય ભારત વચ્ચે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. અમૃતસર-જામનગર કોરિડોર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના ૧૫ જિલ્લાઓમાંથી પસાર થશે.
એક્સપ્રેસ-વે સાથે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્ય જામનગર અને કંડલાના મુખ્ય બંદરો સાથે સીધા જ જોડાશે. આ કોરિડોર સાથે ૭ પોર્ટ, ૯ મોટા એરપોર્ટ અને એક મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કને પણ જોડાશે. આ એક્સપ્રેસ વેથી અમૃતસર, બિકાનેર, જોધપુર, બાડમેર અને કચ્છ જેવા પ્રવાસન સ્થળોને સારી કનેક્ટિવિટી મળશે. ભટિંડા, બાડમેર અને જામનગરની ૩ મોટી ઓઈલ રિફાઈનરીઓને જોડતો આ ભારતનો પ્રથમ એક્સપ્રેસ વે હશે.+
૧ – એક્સપ્રેસ-વે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હશે.
૨ – એક્સપ્રેસ-વે પર ઈલેક્ટ્રોનિક્સ ટોલ પ્લાઝા હશે. એટલે કે તમે જેટલું અંતર કાપશો, એટલો જ ટોલ કાપવામાં આવશે.
૩ – આ એક્સપ્રેસ-વે ભટિંડા, બાડમેર અને જામનગરની ત્રણ મોટી ઓઈલ રિફાઈનરીઓને જોડશે.
૪ – આ સમગ્ર એક્સપ્રેસ-વેનો કુલ ખર્ચ ૨૨,૫૦૦ કરોડ રૂપિયા છે.
૫ – અમૃતસરથી જામનગરનું કુલ અંતર ૧,૨૨૪ કિલોમીટર છે.