ભાજપે ૬ જિલ્લા: અમદાવાદ ગ્રામ્ય, જુનાગઢ અને બોટાદના સંગઠન પ્રભારીઓની કરી નિમણૂંક

ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ભાજપ એક્ટિવ મોડમાં, ૬ જિલ્લાના સંગઠન પ્રભારીઓ પર મારી મહોર, ગઇકાલે જ રાષ્ટ્રીય કક્ષાએ પણ અનેક દિગ્ગજ નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ હતી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ભાજપ કવાયતમાં લાગ્યું છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભાજપે ગુજરાતનાઆ 3 જિલ્લાઓમાં સંગઠન પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં નર્મદા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, જુનાગઢ, બોટાદના સંગઠન પ્રભારીઓની નિમણૂંક કરી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના ૬ જિલ્લાના સંગઠન પ્રભારીઓની નિમણૂંક કરાઇ છે. નર્મદામાં ધર્મેશ પંડ્યાની સંગઠન પ્રભારી, પંચમહાલમાં ભરત ડાંગરની સંગઠન પ્રભારી, મહીસાગરમાં કનુભાઇ પટેલની સંગઠન પ્રભારી, અમદાવાદ શહેરમાં સંજયભાઇ પટેલની સંગઠન પ્રભારી અને અમદાવાદ ગ્રામ્યમાં વંદનાબેન મકવાણાની સંગઠન પ્રભારી તરીકે નિમણૂંક કરાઇ છે.

જુનાગઢમાં દિલિપભાઇ પટેલની સંગઠન પ્રભારી તરીકે  અને બોટાદમાં ભરતભાઇ આર્ય સંગઠનની પ્રભારી તરીકે નિમણૂંક કરાઇ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ૧૫૬ બેઠકો જીત્યા બાદ હવે ભાજપની નજર લોકસભા ચૂંટણી પર છે. આ તરફ હજી ગઇકાલે જ રાષ્ટ્રીય કક્ષાએ પણ અનેક દિગ્ગજ નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *