યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પાર્થ સાલુંખે પ્રથમ પુરુષ તીરંદાજ બન્યો

પાર્થ સાલુંખે યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપની રિ-કર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ તીરંદાજ બન્યો છે. આ સ્પર્ધામાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૧ મેડલ જીત્યા છે. મહારાષ્ટ્રના સતારાના ૧૯ વર્ષીય પાર્થ સાલુન્ખેએ ગઈકાલે રાત્રે આયર્લેન્ડના લિમરિકમાં અંડર-૨૧ પુરૂષોની રી-કર્વ ઇવેન્ટની ફાઇનલમાં કોરિયન ખેલાડીને હરાવ્યો હતો. ટોચના ક્રમાંકિત સાલુન્ખેએ પાંચ સેટની મેચમાં સોંગ ઇન જુન સામે જીત મેળવી હતી.

ઉપરોક્ત સ્પર્ધામાં ૨૪ સભ્યોની ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જેમાંથી છ મેડલ અંડર-૨૧ કેટેગરીમાં ખેલાડીઓએ જીત્યા હતા, જેમાં ચાર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *