ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહથી આવી રહેલા ત્રણ મુસાફરો અને એક અધિકારી પાસેથી રૂ. ૨૫ કરોડની કિંમતનું ૪૮ કિલો સોનું જપ્ત કર્યું છે. DRI અધિકારીઓએ કહ્યું કે તેમણે ચાર લોકોની ધરપકડ કરીને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે, DRI અધિકારીઓએ ભારતમાં સોનાની દાણચોરીની શંકાના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં શારજાહથી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા ત્રણ મુસાફરોની ધરપકડ કરી હતી. આ લોકો પેસ્ટ બનાવીને સોનાની દાણચોરી કરતા હતા.
DRIએ મુસાફરોની બેગમાં પાંચ કાળા રંગના બેલ્ટમાં છુપાવેલા ૨૦ પેકેટમાંથી ૪૩.૫ કિલો સોનું જપ્ત કર્યું છે. DRIએ સુરત એરપોર્ટ પર સંગઠિત દાણચોરીનું રેકેટ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.