પશ્ચિમ બંગાળમાં આજે પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે ૦૮:૦૦ વાગ્યાથી મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. મતગણના દરમિયાન દરેક મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય દળોની ખડેપગે રહેશે. તો, નિષ્પક્ષ મતગણના સુનિશ્ચિત કરાવવા માટે મતદાન કેન્દ્રો પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ગત શનિવારે પશ્ચિમ બંગાળમાં કુલ ૬૩, ૨૨૯ ગ્રામ પંચાયત બેઠકો માટે ૯,૭૩૦ પંચાયત સમિતિઓ અને ૯૨૮ જિલ્લા પરિષદની બેઠક પર મતદાન પૂર્ણ થયું હતું.ચૂંટણી દરમિયાન હિંસક ઘટનાઓમાં કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. તો સોમવારે ૭૦૦ બુથો પર ફરી થી ચૂંટણી યોજાઇ હતી.