૨૦૭૫ સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે હવે તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આજથી લગભગ ૫૦ વર્ષ પછી એટલે કે ૨૦૭૫ સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

૨૧ મી સદીનો આવનારો સમય એશિયાનો છે, ખાસ કરીને ભારત અને ચીનનો’ એવામાં હાલ એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત ૨૦૭૫ સુધીમાં માત્ર જાપાન અને જર્મનીને જ નહીં પરંતુ અમેરિકાને પણ પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જણાવી દઈએ કે ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સ ( on India)ના જણાવ્યા અનુસાર, ભારતની ૧.૪ બિલિયનની વસ્તી વિશ્વની સૌથી વધુ હોવાની સાથે તેનો જીડીપી વધવાનો અંદાજ છે.

ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એવામાં હવે બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આજથી લગભગ ૫૦ વર્ષ પછી એટલે કે ૨૦૭૫ સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ત્યારે ભારતની અર્થવ્યવસ્થા ૫૨.૨ લાખ કરોડ (ટ્રિલિયન) ડોલર હશે, જે વર્તમાન જીડીપી કરતા ૧૫ ગણી વધારે છે.

જાન્યુઆરીમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે માર્ચ સુધીમાં $૩.૫ ટ્રિલિયન થઈ જશે. સમાચાર મુજબ ભારતે હવે આ આંકડો પાર કરી લીધો છે. ભારત હાલમાં વિશ્વની ૫ મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ દેશે તાજેતરમાં યુકેને પાછળ છોડી દીધું છે.

ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ અનુસાર, ૨૦૭૫ માં જ્યાં ભારત ૫૨.૫ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે, ત્યાં અમેરિકા ૫૧.૫ ટ્રિલિયન ડૉલર સાથે ત્રીજા સ્થાને સરકી જશે. તે સમય સુધીમાં ચીન વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બની જશે. ચીનની જીડીપી ત્યાં સુધીમાં $૫૭ ટ્રિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *