ભાજપ દ્વારા લોકસભા ૨૦૨૪ ની ઉમેદવારની પસંદગીની તૈયારીઓ શરૂ

ભાજપ દ્વારા લોકસભા ૨૦૨૪ ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગત રોજ વડોદરા ખાતે પાંચ લોકસભાનાં કાર્યકર્તાનું સંમેલન યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પાટણ લોકસભા મત વિસ્તારનાં કાર્યકર્તાઓનાં ક્લાસ લીધા હતા.

પાટણ ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલ કલહનાં કારણે ભાજપે પાટણ વિધાસભા સીટ ગુમાવવી પડી છે. ત્યારે આંતરિક કલહને શાંત કરવા માટે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગત રોજ પાટણનાં નેતાઓ સાથે બેઠક કરી હતી. વડોદરા શહેરમાં પાટણનાં ૫૪ જેટલા નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જે.પી. નડ્ડાએ પાટણનાં જવાબદાર નેતાઓનો ક્લાસ પણ લીધા હતા. તેમજ વિધાનસભાની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ પણ કરી હતી.

પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, પ્રવાસી યોજનાં અંતર્ગત રાજ્યની પાંચ લોકસભા બેઠકોની પસંદગી કરવામાં આવી છે.  જેમાંની એક પાટણ લોકસભાનાં સૌ કાર્યકર્તાઓને મળવાનું થાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતસિંહ ડાભી બેઠકમાં હાજર રહ્યા હતા કે નહી તે બાબતે રજની પટેલે જણાવ્યું હતું કે તેઓ બેઠકમાં હાજર હતા. તેમજ તેઓની નારાજગી બાબતે પૂછતા મહામંત્રીએ હસતા હસતા કહ્યું કે ભરતસિંહ ડાભીને કોઈ નારાજગી નથી.

પાટણ લોકસભાનાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની બેઠકનાં કાર્યકર્તાઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ પ્રમુખ સાથે હાજરી આપી કાર્યકર્તાઓને લોકસભા જીતવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે થોડા દિવસ પહેલા ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા બેઠકને નબળી બેઠક ગણાવી હતી. જે નિવેદન બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાટણ લોકસભાની ૪ સીટો પર ભારતીય જનતા પાર્ટી હારી છે. જ્યારે ત્રણ સીટો ભાજપ જીત્યું છે.

પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણ બેઠકને સૌથી નબળી બેઠક ગણાવી હતી. ત્યારે લોકસભાની ચૂંટણીને પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે સાંસદ દ્વારા પાટણતાલુકાનાં ગામ તો ઠીક પણ છેવાડાનાં અંતરિયા વિસ્તારનાં લોકોની પણ પાંચ વર્ષમાં કદી મુલાકાત લીધી નથી. ત્યારે વર્તમાન સાંસદે પુત્રને વિધાનસભાની ટિકિટ મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતું પુત્રને ટિકિટ ન મળતા સાંસદ નારાજ થયા હતા. ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓમાં અંદરો અંદર એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, આ વખતે ભરતસિંહ ડાભીની ટિકિટ ન પણ મળે તેવી સંભાવનાં છે.  સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલની પાટણ લોકસભાની પરિસ્થિતિને જોઈ ભાજપનું મોવડી મંડળ ભરતસિંહ ડાભીની ટિકિટ ન પણ મળે. તો બીજી તરફ ભાજપનાં કાર્યકર્તાઓમાં લોકસભા સીટનાં ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રીનાં નામની ચર્ચા પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *