અમેકાને દુનિયાનો સૌથી આધુનિક રોબોટ ગણવામાં આવે છે, જે વર્ષ ૨૦૨૧માં બનાવવામાં આવ્યો હતો.
દુનિયાના અદ્યતન રોબોટમાંથી એક રોબોટ અમેકાએ પોતાની કુશળતા સાથે સંબંધિત સેટમાં વધુ એક કુશળતા ઉમેરી છે. આ રોબોટે બિલાડીનું ચિત્ર બનાવ્યું છે.
સૌથી રોચક બાબત એ છે કે, આ રોબોટ કલ્પના પણ કરી શકે છે. જેના ભાગરૂપે હાલમાં જ અમેકાએ ડેવલપર્સની સૂચનાના આધાર પર બિલાડીનું ચિત્ર બનાવ્યું હતું. અમેકાને બનાવનાર નિષ્ણાંતો માની રહ્યા છે કે, રોબોટિક્સના ક્ષેત્રમાં એક મોટું પગલું છે. આ રોબોટે પોતાના ઓપન સોર્સ ન્યુરલ નેટવર્કની મદદ સાથે બિલાડીની કલ્પના કરી હતી. રોબોટ અમેકા અલગ અલગ ભાષાઓમાં વાતચીત કરવામાં સક્ષમ છે. અમેકાને દુનિયાનો સૌથી આધુનિક રોબોટ ગણવામાં આવે છે, જે વર્ષ ૨૦૨૧માં બનાવવામાં આવ્યો હતો.