ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ભાજપ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયા છે. નાદુરસ્ત તબિયતને લઈ તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્રે જણાવીએ કે, ભૂપેન્દ્રસિંહને એન્જોગ્રાફી કરવામાં આવશે તેમજ અત્યારે તેમની તબિયત સુધારા પર છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રથમવાર ૧૯૯૦માં મંત્રી પદે રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા સીટ પર જીત મેળવી તેઓ શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. સાથો સાથ તેઓ સંગઠનના મજબૂત નેતા ગણાય છે.