મહેસાણા ચીફ કોર્ટે દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત તમામ ૧૯ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટ થોડીવારમાં જ આ મામલે સજા સંભળાવી શકે છે.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત ૧૯ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે કૌભાંડ કેસમાં કર્મચારીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગર દાણ મોકલાયું હતું. કોઇપણ મંજૂરી વિના સાગર દાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. જેને પગલે ડેરીને રૂપિયા ૨૨ કરોડનું નુકસાન થયું હતું. તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા સાગરદાણ મોકલાયું હોવાનો આક્ષેપ છે.
વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગરદાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા. મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને સાગરદાણ મોકલાયું હતું. જેમાં મહારાષ્ટ્રની મહાનંદાડેરીને સાગરદાણ મોકલાયું હતું આ અંગે કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું.