દ્વારકાધીશ જગતમંદિરને લઈ મોટા સમાચાર, ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પેહરીને જ આવવા લોકોને તંત્ર દ્વારા અપીલ, મંદિર પરિસરમાં બેનર પણ લગાવાયા
દ્વારકાધીશ જગતમંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેને લઈ મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રવેશ ન કરવાના બેનર પણ લગાવાયા છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેને લઈ હવે ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે.
જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. વાત જાણે એમ છે કે, મંદિર વ્યવસ્થાન સમિતિદ્વારા ધાર્મિક ભાવના જળવાઈ રહે તે માટે ભક્તોને ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે. દ્વારકામાં સમગ્ર દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે.