પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કર્યું

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે ભીખનો વાટકો ફેંકવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાની પીએમએ ઓગસ્ટમાં સરકાર સોંપી દેવાનું એલાન કર્યું હતું.

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ગુરુવારે રાષ્ટ્રને ખાતરી આપી હતી કે તેમની સરકાર સામાન્ય ચૂંટણીઓ દ્વારા તેનું નેતૃત્વ કરવા માટે ઓગસ્ટમાં વચગાળાની વ્યવસ્થા માટે સરકારની ભાગદોડ સોંપશે.  શાહબાઝ શરીફે બુધવારે એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકારનો કાર્યકાળ ૧૪ ઓગસ્ટે સમાપ્ત થશે અને ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત કરશે.

એક અહેવાલ અનુસાર શરીફે આ વાત સત્તાધારી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના વડા મૌલાના ફઝલુર રહેમાન સાથેની બેઠકના એક દિવસ બાદ કરી છે. સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન પીડીએમ પ્રમુખે સમયસર વિધાનસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

“આર્થિક વૃદ્ધિ તરફની પ્રગતિની ઝલક છે. હાલ દેશ સમક્ષ એક જ રસ્તો છે – ભીખ માંગવાનો વાટકો ફેંકી દઈએ અને પોતાના પગ પર ઊભા થઈએ, બીજા પર નિર્ભરતા ત્યારે જ ઓછી થશે જ્યારે આપણે સખત મહેનતમાં વિશ્વાસ રાખીએ. વચનો પૂરા કરીશું અને ઈમાનદારીથી દેશની સેવા કરીશું. ચાલો નફરતને ખતમ કરીએ અને પ્રેમ ફેલાવીએ. ચાલો એક રાષ્ટ્ર બનીએ. ” નોંધનીય છે કે પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી $૩ બિલિયનની લોન માટે મંજૂરી મળી ગઈ છે.આનાથી પાકિસ્તાની રૂપિયામાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *