ચંદ્રયાન-૩ આજે બપોરે ૦૨:૩૫ કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ચંદ્રયાન-૩’ ભારતના સ્પેસ ઇતિહાસમાં એક નવો અધ્યાય લખે છે.  તે દરેક ભારતીયના સપના અને મહત્વાકાંક્ષાઓને ઘણી ઉપર લઈને જઈ રહ્યું છે. આ ખાસ સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે.  હું તેમની કુશળતાને સલામ કરું છું,”

યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સાઇન્સ એન્ડ ટેક્નોલોજી જિતેન્દ્ર સિંહે ISROના અધ્યક્ષ એસ સોમનાથ અને તેમની ટીમને ચંદ્રયાન-૩ ભારતના ત્રીજા ચંદ્ર મિશનના સફળ લોન્ચિંગ બદલ અભિનંદન પાઠવ્યા

ISROના વૈજ્ઞાનિકોએ લોન્ચ વ્હીકલથી સેટેલાઈટને સફળ રીતે અલગ કરવાની જાહેરાત કરી. ઉપગ્રહને હવે ચંદ્ર પર તેની મુસાફરી શરૂ કરવા માટે ભ્રમણકક્ષામાં ઇન્જેક્ટ કરવામાં આવ્યો છે.

ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ લગાવનાર ચોથો દેશ જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનાર પ્રથમ દેશ પણ બનશે. આ એ જ વિસ્તાર છે જ્યાં ચંદ્રયાન-૧ દરમિયાન મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડવામાં આવી હતી અને ઈસરોએ પાણી શોધી કાઢ્યું હતું. ચંદ્રયાન-૨ નું ક્રેશ લેન્ડિંગ અહીં થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *