પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની સફળ મુલાકાત બાદ સંયુક્ત આરબ અમિરાત તરફ રવાના થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની સફળ મુલાકાત બાદ સંયુક્ત આરબ અમિરાત તરફ રવાના થયા છે. પ્રધાનમંત્રી આજે યુએઇના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી યુએઇના પ્રમુખ મહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા કરશે. ભારત- યુએઇ દોસ્તીને વધૂ મજબૂત કરવાની દિશામાં પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલ એલિસી પેલેસ પહોંચતાં ફ્રાન્સના પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઇ હતી. બેઠકમાં બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધૂ મજબૂત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સ એક સ્વાભાવિક સહયોગી દેશ હોવાનું જણાવતાં કહ્યું હતું કે સંરક્ષણ સંબંધો બંને દેશો વચ્ચેના સંબંધોનો આધાર સ્થંભ છે. પ્રધાનમંત્રીએ નવીકરણ ઉર્જા, આર્ટિફિસીયલ ઇન્ટેલીજન્સ, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર ,સાયબર અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.