હવે દુશ્મન ભારત સામેં આંખ ઉંચી કરતા પણ વિચારશે કારણ કે વાયુસેના બાદ હવે નૌકાદળમાં પણ ૨૬ નવા રાફેલનો સમાવેશ કરશે. આ અંગે ડસોલ્ટ એવિએશને માહિતી આપી છે.
ભારતમાં હવે દુશ્મનો હુમલો કરતાં પહેલાં સો વખત વિચાર કરશે! કારણકે ભારતીય નૌસેના વધુ તાકાતવર બનશે. સેનાના આલમમાં વધુ ૨૬ નવાનકોર રાફેલનો સમાવેશ કરવામાં આવશે જેને લઈને હવે તાકાત બમણી થશે. જે સેનામાં વરદાન રૂપ સાબિત થશે. ભારતીય નૌકાદળને આધુનિક ટેકનોલોજીથી સજ્જ લડાયક વિમાનો માટે ભારત સરકારે નવા રાફેલની પસંદગી કરવા અંગેની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં ૨૬ નવા રાફેલ સેનામાં જોડાશે. મહત્વનું છે કે ભારતીય વાયુસેના અગાઉથી જ ૩૬ રાફેલ સાથે સજ્જ છે. ત્યારબાદ હવે નૌકાદળમાં પણ ૨૬ નવા રાફેલ અંગે ડસોલ્ટ એવિએશને માહિતી આપી છે.
ભારતમાં સફળ પરીક્ષણ અભિયાન હાથ ધરાયુ હતું. ત્યારબાદ અંગેની નિર્ણય લઈ જાહેરાત કરવામા આવી છે. ડસોલ્ટ એવિએશન તરફથી અપાયેલ માહિતી મુજબ ભારતીય નૌકાદળની ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અને તમને વિમામ વિશિષ્ટતાઓ માટે યોગ્ય છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (ડીએસી) દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે.
રાફેલ વિમાન જોડાવાની સાથે જ સેનાની તાકાત તો પ્રચંડ બનશે જ પરંતુ લશ્કરી પરાક્રમમાં પણ વધારો થશે. જેને લઈને સમુદ્રમાં પણ હવે ભારતની શક્તિ અનેક ગણી વધી જશે. વાયુ સેના અને નૌકાદળમાં રાફેલના સમાવેશને લઈને ભારત શક્તિશાળી દેશ બનશે.