મોરબી જિલ્લાની ૩,૫૦૦થી વધુ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો મળ્યો લાભ,મોરબી જિલ્લાની ૩,૫૦૦થી વધુ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો મળ્યો લાભ
ગુજરાતની મહિલા શક્તિ દરેક ક્ષેત્રે અગ્રેસર રહે તેવુ રાજ્ય સરકારનું લક્ષ્ય છે. રાજ્ય સરકાર તે હેતુસર દીકરીઓ અને મહિલાલક્ષી અનેકવિધ યોજના અમલ કરી રહી છે. આ હેતુસરની સરકારની સર્વ શ્રેષ્ઠ યોજના વ્હાલી દીકરી યોજનાનો પણ તેમાં સમાવેશ થાય છે. દીકરીઓને સહાય પૂરી પાડવાના હેતુથી છેલ્લા ત્રણ વર્ષથી આ યોજના અમલ કરવામાં આવી છે. ઓગસ્ટ ૨૦૧૯માં વ્હાલી દીકરી યોજના શરૂ થયા પછી મોરબી જિલ્લાની ૩,૫૦૦થી વધુ દીકરીઓ આ યોજનાનો લાભ લઇ ચુકી છે. સરકારના બેટી પઢાઓ બેટી બચાવોના અભિગમને સાર્થક કરવા માટે આ યોજનાને અમલ કરવામાં આવી છે. ૨,ઓગસ્ટ ૨૦૧૯ પછી જન્મેલી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જે માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા ૨ લાખ સુધીની હોય તેમની દીકરીને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવા પાત્ર છે.