થાઈલેન્ડની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બેંગકોકમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
થાઈલેન્ડની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બેંગકોકમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. BIMSTEC એ એક આર્થિક અને તકનીકી પહેલ છે જે બંગાળની ખાડીના દેશોને બહુપરિમાણીય સહયોગ માટે એકસાથે લાવે છે.
બેઠકમાં BIMSTEC સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા થશે. વિદેશ મંત્રી જયશંકરે લાઓસના વિદેશ મંત્રી સેલેક્સી કોમાસિત સાથે આર્થિક સહયોગ વધારવા માટે મેકોંગ-ગંગા કોઓપરેશન બિઝનેસ કાઉન્સિલની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. બંને નેતાઓએ તેનો વ્યાપ કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જળ સંસાધન વ્યવસ્થાપન સુધી વિસ્તારવા અંગે પણ ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન, ડૉ. જયશંકરે ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિ-સ્તરીય હાઈવેના નિર્માણને પ્રાથમિકતા આપી હતી. સાથોસાથે, ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ, સંસ્કૃતિ અને પર્યટન અને મ્યુઝિયમ આધારિત સહકાર સહિત નવી વિકાસ ભાગીદારીની પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.