કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આજથી સંયુક્ત વિપક્ષની બે દિવસીય બેઠક શરૂ થવા જઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર આ બેઠકમાં ભાગ લેશે નહીં. આ પહેલા પવારે ૨૩ જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજરી આપી હતી.
શરદ પવારના સ્થાને તેમની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલે બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. પવાર જૂથના પ્રવક્તાએ આ માહિતી આપી.
એનસીપીના વડા શા માટે સંયુક્ત વિપક્ષની બેઠકમાં ભાગ લેશે નહીં તે અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પવાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે સંયુક્ત વિપક્ષ બનાવવાના પ્રયાસોમાં લાગેલા અગ્રણી નેતાઓમાંના એક છે.