રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે મુંબઈ સેન્ટ્રલથી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને સુરત-મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકોને ખાસ ભેટ આપી હતી.
રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે મુંબઈ સેન્ટ્રલથી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને સુરત-મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકોને ખાસ ભેટ આપી હતી. ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ૨૨ વર્ષથી નવા કોચ સાથે નવા રંગરૂપમાં જોવા મળશે. ફ્લાઈંગ રાણી એક્સપ્રેસમાં ૧૯ નોન એસી ડબલ ડેકર કોચને બદલીને ૨૧ એલએચબી કોચ ઉમેરવામાં આવ્યા છે.
આ પ્રસંગે રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પણ આ લોકપ્રિય ટ્રેનના મુસાફરો સાથે મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી જૂની ટ્રેનમાં સ્થાન ધરાવતી એવી સુરત-મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેનના ૭૩ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.