NDRFએ જુનાગઢમાં મોતીબાગ વિસ્તારમાં ગઈકાલે બચાવ અને સ્થાળાંતરની કામગીરી હાથ ધરી હતી. NDRFની સિક્સ બટાલિયન ટીમે ચાર લોકોને ધસમતા પાણીના પ્રવાહમાંથી બચાવ્યા હતા. જેમાં બે પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત NDRFએ ૫૪ લોકોને સહિસલામત રીતે સ્થળાંતર કરાવ્યું હતું.
રવિવારે સાંજના સમયે જૂનાગઢના મોતિબાગ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા ૪ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. તેમજ મોતીબાગ વિસ્તારમાંથી કુલ ૫૪ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.રાજ્યમાં NDRF અને SDRFની કુલ ૯ ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢમાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિને લઈ NDRFની ૨ અને SDRF ૨ ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.