જુલાઇ માસમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ૨૩.૮૬ ટકા જાહેર.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યિમક શિક્ષણ બોર્ડ દ્વારા HSCની જુલાઇમાં વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવાઇ હતી. જેનું આજે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જુલાઇ માસમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ૨૩.૮૬ ટકા જાહેર થયું છે. આ પરીક્ષામાં રાજ્યના જીલ્લા મથકો ઉપર લેવાયેલી પરીક્ષામાં ૧૩,૭૫૪ ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી ૧૧ હજાર ૯૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨ હજાર ૮૫૫ પાસ થયા હતા.