પોરબંદરનો ફોદાળા અને ખંભાળા ડેમ છલકાયો, રાણાવાવ અને જામજોધપુર તાલુકાના ગામોને કરાયા એલર્ટ

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને પોરબંદર શહેરમાં પીવાનું પાણી પૂરું પડતા ફોદાળા અને ખંભાળા બંને ડેમ છલકાઇ ગયા છે.

 ભાણવડ પાસે આવેલ ફોદાળા ડેમ અને ખંભાળા ગામે આવેલા ખંભાળા ડેમ ૧૦૦ % ભરાઇ જતા બંને ડેમ ઓવરફલો થઇ ગયા છે. પોરબંદરની જીવાદોરી સમાન આ બંને ડેમ ઓવરફલો થતા પોરબંદરને પીવાના પાણીની છત થઇ ગઇ છે. ડેમમાં પાણીની ભારે આવક થતા પોરબંદરના શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. મહત્વનું છે કે પોરબંદર શહેરને પ્રતિદિન પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફોદાળા તેમજ ખંભાળા ડેમમાંથી નર્મદાની પાઇપલાઇન મારફતે પાલિકાને પાણી આપવામાં આવે છે. આ સાથે આ બંને ડેમ ઓવરફલો થતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હેઠવાસમાં આવતા રાણાવાવ તાલુકાના બીલેશ્વર, હનુમાનગઢ, ગાંડીયાવાળા નેશ, સાજનવાળા નેશ, ઝારેરા નેશ, અસિયાપાટ, કાઠીયાનેશ, અશીયાપાટ, રાણાખીરસરા, રાણાકંડોરણા, રાણા વડોત્રરા, ખીજદળ, જાંબુ, ઠોયાણા તેમજ જામજોધપુર તાલુકાના તરસાઈ, સખપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *