સુપ્રીમ કોર્ટે ૧૫ સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર એસ કે મિશ્રાનો કાર્યકાળ વધારી આપ્યો છે. કેન્દ્ર સરકારે મિશ્રાનો કાર્યકાળ વધારવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી.
૨૩ જુલાઈ ૨૦૨૩ ના દિવસે કેન્દ્ર સરકારે IRS એસ કે મિશ્રા ને ઈડી ચીફ તરીકેનો ત્રીજો કાર્યકાળ આપ્યો હતો જેની સામે અરજી થતા સુપ્રીમે તેમના ત્રીજા કાર્યકાળ પર પ્રતિબંધ મૂક્યો હતો જેની સામે સરકારે સુપ્રીમમાં રિટ પિટિશન દાખલ કરી હતી જેની પર આજે સુપ્રીમમાં સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમે કેન્દ્ર સરકારના મિશ્રાના ત્રીજા કાર્યકાળ લંબાવવાના નિર્ણયને લીલીઝંડી આપી છે જે પછી એસકે મિશ્રા ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ઈડીના ડાયરેક્ટર પદે ચાલું રહેશે.
સરકારે ૧૫ ઓક્ટોબર સુધી મિશ્રાના કાર્યકાળની માગ કરી હતી જોકે સુપ્રીમ કોર્ટ તેની સાથે સહમત ન હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આગળ કોઈ વિસ્તરણ આપવામાં આવશે નહીં. આ પ્રમાણે કોર્ટે ૧૫ સપ્ટેમ્બર સુધી મિશ્રાની મુદત વધારવા સંમત થઈ.
સુપ્રીમ કોર્ટે ૨૩ જુલાઈએ આપેલા પોતાના મહત્વપૂર્ણ આદેશમાં સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મિશ્રાને ૩૧ જુલાઈ સુધી જ ઈડીના ડિરેક્ટર તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપી હતી. આ પછી સરકારે ટેકનિકલ અને કાર્યપ્રણાલીની ગૂંચવણોમાં લાગતા સમયને ધ્યાનમાં રાખીને થોડો વધુ સમય કાર્યકાળ વધારવાની માગણી કરી હતી, જેથી એડહોક કે નિયત પ્રક્રિયા પ્રમાણે કાયમી નિમણૂક થઈ શકે.