અમરેલી જિલ્લાના ધારીના લાખાપાદર શેલ નદીમાં ડુબી જતા ત્રણ વ્યક્તિના ડુબી જતા મોત નીપજ્યા હતા. લાખાપાદર બુધ્ધેશ્વર મહાદેવ મંદિર નજીક આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં મૃતકોના અમરેલીના કિશોરભાઇ ડાંગર, રાજવીર ડાંગર અને ગોરલ ડાંગર હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી એક વ્યક્તિ અન્ય ૨ વ્યક્તિને ડૂબતી જોઈ બચાવવા માટે નદીમાં ઉતર્યા હતા, પરંચુ કમનસીબે ત્રણેયનું મૃત્યુ થયું હતું. શોધખોળ માત ત્રણેયના મૃતદેહો મળ્યા બાદ તેમને પીએમ માટે ખસેડાયા હતા.રાજ્યમાં સાર્વત્રિત વરસાદને પગલે મોટા ભાગની નદીઓના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી વધતાં નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પુર ની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીએ છ મીટરની ભયજનક સપાટી વટાવતા નદીના પાણી વલસાડ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. જેમાં કાશ્મીરનગર વિસ્તારમાં પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા ૩૫ લોકો ને સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી. આ સાથે મોડી રાતથી SDRFની ટીમ તથા વહીવટી તંત્રના અધિકારીઓ દ્રારા લોકોને સાવચેત કરાયા હતા. સુરતના મહુવામાં ૧૨ ઇંચ , નવસારીમાં ૧૧ ઇંચ, ડાંગના સુબીર, બારડોલી, જલાલપુરમાઆઠ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે તાપીના સોનગઢમાં સાત ઇંચ, ઉમરગામમાં સાડા છ ઇંચ, આહવા અને સુરતના પલસાણામાં છ ઇંચ, ડાંગના વઘઇ, સુરતા ચોર્યાસી, તાપીના વાલોદ અને વાંસદામાં પાંચ ઇંચ જેટલા વરસાદ થયો હતો. જ્યારે ભાવનગરમાં સાડા ચાર ઇંચ, અને વ્યારામા સવા ઇંચ વરસાદ થયો હતો. તો વાપી, માંડવી, ગણદેવી, ચખલી, દોલવણ, ખેરગામમાં ત્રણ થી ચાર ઇંચ વચ્ચેનો વરસાદ થયો હતો. આ ઉપરાંત, ઉમરપાડા, પારડી, નાંદોદ, ધરમપુર, અંકલેશ્વર, સુરત, નેત્રાંગ, ગરુડ઼શ્વરમાં બે થી અઢી ઇંચ સુધીનો વરસાદ થયો હતો.