૨૦૨૪ ની લોકસભા ચૂંટણી માટે NDAએ ગઠબંધનને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સત્તાધારી ગઠબંધનના સાંસદો સાથે બેઠક કરશે.
૨૦૨૪ ની લોકસભા ચૂંટણી માટે NDAએ ગઠબંધનને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સત્તાધારી ગઠબંધનના સાંસદો સાથે બેઠક કરશે. આ બેઠક ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. આ બેઠક પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બુંદેલખંડ અને વ્રજ ક્ષેત્રના સાંસદો સાથે શરૂ થશે.
બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલા મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બીજેપી નેતાઓની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે NDAના ૧૦ જૂથોમાં કોને સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એનડીએના સંસદીય ક્ષેત્રના આધારે સાંસદોનું એક જૂથ તૈયાર કરવામાં આવ્યું છે.
આજની બેઠક મહારાષ્ટ્ર સદનમાં સાંજે શરૂ થશે. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તો બીજી તરફ, આજે બીજા તબક્કાની બેઠક સાંજે ૦૭:૦૦ વાગ્યે સંસદ ભવનમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના NDA સાંસદો સાથે થશે. આ બેઠકમાં રાજનાથ સિંહ અને અમિત શાહ હાજર રહેશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, ભાજપ અધ્યક્ષ નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને NDA નેતાઓ સાથે સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.