પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક રાજકીય રેલીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૫૦ લોકો માર્યા ગયા.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક રાજકીય રેલીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૫૦ લોકો માર્યા ગયા અને લગભગ ૧૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ હુમલો જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ પાર્ટીના કાર્યકરોની બેઠકમાં થયો હતો. મળતી માહિતી મુજબ ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.