જીએસટીની શરૂઆતથી ૫ મી વખત ગ્રોસ જીએસટી કલેક્શન ₹ ૧.૬ લાખ કરોડને પાર થયુ છે. સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત) દ્વારા થતી આવક વર્ષ-દર-વર્ષ ૧૫ % વધારે છે.
જુલાઈ, ૨૦૨૩ ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક ₹ ૧,૬૫,૧૦૫ કરોડ છે જેમાંથી સીજીએસટી ₹ ૨૯,૭૭૩ કરોડ છે, એસજીએસટી ₹ ૩૭,૬૨૩ કરોડ છે. આઇજીએસટી ₹ ૮૫,૯૩૦ કરોડ છે (માલની આયાત પર એકઠા થયેલા ₹ ૪૧,૨૩૯ કરોડ સહિત) અને સેસ ₹ ૧૧,૭૭૯ કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ ૮૪૦ કરોડ સહિત) છે. સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટીને ₹ ૩૯,૭૮૫ કરોડ અને એસજીએસટીને ₹ ૩૩,૧૮૮ કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ ૨૦૨૩ માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે ₹ ૬૯,૫૫૮ કરોડ અને એસજીએસટી માટે ₹ ૭૦,૮૧૧ કરોડ છે.
જુલાઈ ૨૦૨૩ મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં જીએસટીની આવક કરતા ૧૧ % વધારે છે. મહિના દરમિયાન, ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા ૧૫ % વધુ છે. પાંચમી વખત ગ્રોસ જીએસટી કલેક્શન ૧.૬૦ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.