આંખોના ઇન્ફેક્શનના કેસોમાં વધારો

આશ્રમ શાળામાં એકસાથે ૩૯ વિદ્યાર્થીને કન્જક્ટિવાઇટિસ રોગની અસર, બાળકોની મેઘરજ હોસ્પિટલમાં કરાઈ તપાસ.

ગુજરાતભરમાં કન્જક્ટિવાઇટિસ રોગના કેસો સતત વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હવે કન્જક્ટિવાઇટિસ રોગના કેસોમાં વધારો જોવા મળ્યો છે. વિગતો મુજબ મેઘરજની આશ્રમ શાળામાં એકસાથે ૩૯ વિદ્યાર્થીને કન્જક્ટિવાઇટિસ રોગની અસર જોવા મળી છે. જેને લઈ તમામ બાળકોને મેઘરજ હોસ્પિટલમાં મોકલી તપાસ કરાઇ હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં કન્જક્ટિવાઇટિસ રોગનો પગપેસારો થઈ ચૂક્યો છે. મેઘરજની મેઘરજની હરિઓમ આશ્રમ શાળાના ૩૯ વિદ્યાર્થીને અસર જોવા મળી હતી. વિગતો મુજબ આશ્રમ શાળાના તમામ વિદ્યાર્થીને આંખમાં દુખાવો અને આંખો લાલ થવાની ફરિયાદ હતી. જેને લઈ તમામ બાળકોની મેઘરજ હોસ્પિટલમાં તપાસ કરાઇ છે. આ તરફ તપાસ કર્યા બાદ તમામને ડ્રોપ અને ટેબ્લેટ સહિત ચશ્મા અપાયા હતા. જોકે હવે કન્જક્ટિવાઇટિસ રોગને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

અત્યારની પરિસ્થિતિ જોઈને કેમિસ્ટ એસોસેશનએ લોકોને કહ્યું કે ડોકટરની સલાહ વગર આઈ ડ્રોપ કે મેડિસન ન લેવી જોઈએ. આ સાથે જ દવાની સંગ્રહખોરી ન કરતા જરૂર પડે એવા જ આઇ ડ્રોપ લેવાની પણ અપીલ કરી છે.

કન્જક્ટિવાઇટિસ’થી પીડિત વ્યક્તિની આંખોનો સફેદ ભાગ સંપૂર્ણપણે ગુલાબી અને લાલ થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે છે અને દુખાવો થાય છે. સતત પાણી નીકળ્યા કરે છે. વારંવાર ધુંધળુ દેખાય છે. આંખો સોજી જાય છે. આ બિમારીના કારણે આંખોની રોશની પર ખરાબ અસર થતી નથી. થોડા સમય માટે ધુંધળુ દેખાવા લાગે છે. આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે.

કન્જક્ટિવાઇટિસ આ બિમારીથી કેવી રીતે બચવું?

– સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું
– વારંવાર હાથ ધોવો
– આંખોને વારંવાર અડકવું નહીં
– ટુવાલ, બેડ અને રૂમાલ શેર કરવો નહીં
– કોન્ટેક્સ લેંસને ટાળો
– ડૉકટરની સલાહ વગર દવા ના લેવી
– પબ્લિક સ્વિમિંગ પૂલનો ઉપયોગ ના કરવો
– સંક્રમિત વ્યક્તિથી દૂર રહો
– સંક્રમિત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ના કરવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *