ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ફરી એકવાર સીએનજી ના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના સીએનજી ના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણી સીએનજી ના ભાવમાં ૧૫ પૈસાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ૨ મહિનામાં સીએનજી ના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે.
સીએનજી માં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારાને કારણેસીએનજી ૭૫.૯૯ રૂપિયા પર પહોંચી ગયો છે. હવે વાહનચાલકોએ અદાણીના સીએનજી માટે ૭૫.૯૯ રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અદાણીના સીએનજી માં ૧૫ પૈસાના વધારો થતાં નાગરિકોના ખિસ્સા પર અસર થશે. અદાણી સીએનજી ના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે.
એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે સીએનજી માં ૬ થી ૭ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ સીએનજી અને પીએનજી ના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ અદાણી ગેસ સતત ભાવ વધારો કરી રહ્યું છે. છેલ્લા ૨ મહિનામાં સીએનજી ના ભાવમાં છ વખત વધારો કરાયો છે. જ્યારે એક જ મહિનામાં ૪ વખત ભાવ વધારો ઝીંકીને અદાણીએ સીએનજી ને સીધો ૭૫.૯૯ રૂપિયા પર પહોંચાડી દીધો છે.