શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા

૨૦૧૧ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એજન્સીએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેટિંગમાં ઘટાડો કર્યો.

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિચે અમેરિકાના રેટિંગમાં ઘટાડો  કર્યો છે. ૨૦૧૧ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એજન્સીએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેટિંગમાં ઘટાડો  કર્યો છે. બુધવારે વિશ્વભરના શેરબજારોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. સ્થાનિક શેરબજારો પણ નુકસાન સાથે ખુલ્યા હતા. જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં વધુ ઘટાડો થયો.

BSE નો ૩૦ શેરવાળો સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ ઘટીને ૬૬,૫૦૦ ની નીચે ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ( NSE નિફ્ટી ) પણ ૧૯,૫૦૦ ની નીચે આવી ગયો હતો.  બપોરે ૦૨:૧૫ વાગ્યે સેન્સેક્સ ૯૭૦.૨૫ પોઈન્ટ્સ અથવા ૧.૪૬ % ના ઘટાડા સાથે ૬૫,૪૮૯.૦૬ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 303.૬૦ પોઈન્ટ અથવા ૧.૫૪ % ઘટીને ૧૯,૪૨૯.૯૫ પર હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

એશિયાના અન્ય બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટ્યા હતા. મંગળવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા છે. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૫ ટકા વધીને ૮૫.૬૩ ડોલર પ્રતિ બેરલ પર હતું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ મંગળવારે નેટ રૂ. ૯૨.૮૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *