રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. તેમજ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવનાં છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નહી.
વરસાદને લઈને ગુજરાતવાસીઓ માટે હાલ રાહતનાં સમાચાર છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. તેમજ આગામી ૫ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. તેમજ મોટા ભાગનાં વિસ્તારોમાં હળવો વરસાદ થશે. તેમજ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવનાં છે. તેમજ અત્યાર સુધીમાં સીઝનનો ૭૦ % વરસાદ થયો છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાં આપી છે. તેમજ હાલ ગુજરાતમાં એકપણ સિસ્ટમ સક્રિય નથી.
હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરી છે.