ભારત સાઉદી અરેબિયા ખાતે આયોજિત શાંતિ સમિટમાં ભાગ લેશે

યુક્રેન દ્વારા આયોજિત શાંતિ સમિટ સાઉદી અરેબિયા ખાતે યોજાશે. જેદ્દાહમાં યોજાનારી આ સમિટમાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

 ૫ – ૬ ઓગસ્ટના રોજ યોજાનાર આ બેઠકમાં યુક્રેન સિવાય ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પણ  ભાગ લેશે. આ સમિટમાં રશિયાને આમંત્રણ નહીં આપવામાં આવે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્રના ઉચ્ચ સ્તરીય અધિકારી પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેન આ તમામ કાર્યક્રમની તૈયારીઓ સંભાળી રહ્યું છે. શાંતિ મંત્રણા ૫ – ૬ ઓગસ્ટના રોજ થશે અને લગભગ ૩૦ દેશો તેમાં ભાગ લે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *