કોરોનાનો નવો વેરિયન્ટ EG.૫.૧ પેદા થયો

EG.૫.૧ વેરિયન્ટ ઓમિક્રોનમાંથી પેદા થયો છે : ઈંગ્લેન્ડના સ્વાસ્થ્ય અધિકારી ગત મહિને યૂનાઈટેડ કિંગડમમાં પહેલીવાર ડિટેક્ટ કરાયો હતો.

બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસે પગપેસારો શરૂ કરી દીધો છે. ત્યાં એક નવી EG.૫.૧, જેને એરિસનું ઉપમાન અપાયું છે. તેમણે સ્વાસ્થ્ય અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે. EG.૫.૧ વેરિયન્ટ ઓમિક્રોનમાંથી પેદા થયો છે. તેને ગત મહિને યૂનાઈટેડ કિંગડમમાં પહેલીવાર ડિટેક્ટ કરાયો હતો અને ત્યારથી દરરોજ તેના નવા કેસ સતત સામે આવી રહ્યા છે.

સમાચાર એજન્સી PTIએ ઈંગ્લેન્ડના સ્વાસ્થ્ય અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, આ નવો વેરિયન્ટ EG.૫.૧ને પહેલીવાર જૂનમાં ડિટેક્ટ કરાયો હતો અને હવે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, યૂકે હેલ્થ સિક્યોરિટી એજન્સી( UKHSA )એ જણાવ્યું છે કે, EG.૫.૧ સાત નવા કોવિડ કેસમાં એકનું કેસ હોય છે. ઈન્ટરનેશનલ લેવલે વિશેષ કરીને એશિયામાં વધતા કેસના કારણે બ્રિટનમાં તેના કેસ વધ્યા બાદ ૩૧ જુલાઈએ તેણે એક નવા વેરિયન્ટ તરીકે ક્લાસિપાઈ કરાયો હતો.

UKHSAએ કહ્યું કે, EG.૫.૧ વેરિયન્ટથી આપણને કેટલો ખતરો થઈ શકે તેના સંકેત આપણને ૩ જુલાઈ ૨૦૨૩ એ હોરાઈઝન સ્કેનિંગ દરમિયાન જ મળી ગયા હતા. ત્યારથી જ અમે તેની તમામ ગતિવિધિ પર દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું હતું. યૂકે ડેટામાં જીનોમની વધતી સંખ્યા અને તમામ દેશોમાં તેની વધતી ઝડપના કારણે તેને બાદમાં ૩૧ જુલાઈ ૨૦૨૩ એ મોનિટરિંગ સિગ્નલથી વધારીને વેરિયન્ટ V-૨૩ JUL-૦૧ કરી દેવાયો હતો. તેનું નામકરણ કરવાથી અમે તેના લક્ષણો અને અસરોનું વિસ્તૃત અધ્યયન કરવામાં મદદ મળી છે.

UKHSAના રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ દ્વારા રિપોર્ટ કરાયેલા ૪૩૯૬ શ્વાસના નમૂનામાંથી ૫.૪ % કોવિડ-૧૯ બતાવાયા જ્યારે છેલ્લા રિપોર્ટમાં આ આંકડા ૪૪૦૩ માંથી ૩.૭ % હતા.

UKHSAનું રસીકરણ પ્રમુખ ડૉ. મેરી રામસેએ કહ્યું કે, અમને આ અઠવાડિયાના રિપોર્ટમાં કોરોના કેસમાં વદારો જોવા મળ્યો છે. વૃદ્ધોની હોસ્પિટલમાં આવવાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જોકે, હાલ દર્દીઓના દાખલ થવાની સંખ્યા ઘટી છે અને અમને હાલ ICUમાં દર્દીઓને દાખલ કરવાની શક્યતા નથી લાગતી. અમે તમામ વસ્તુઓ પર ઊંડાણપૂર્વક નજર રાખીશું.

નિયમિત અને સરખી રીતે હાથ ધોવાથી તમને કોરોના અને અન્ય વાયરસથી બચવામાં મદદ મળે છે. જો તમને શ્વાસ સંબંધિત બીમારીના લક્ષણ છે, તો અમે બની શકે એટલી બીજાથી દૂર રહેવાની સલાહ આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *