પાકિસ્તાનમાં, દક્ષિણ સિંધ પ્રાંતમાં આજે એક ટ્રેન અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ મુસાફરો માર્યા ગયા અને ૬૦ થી વધુ ઘાયલ થયા.
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કરાચીથી એબોટાબાદ જઈ રહેલી હજારા એક્સપ્રેસના આઠ ડબ્બા સહારા રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. પાકિસ્તાનના રેલ્વે મંત્રી ખ્વાજા સાદ રફીકે કહ્યું કે, બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મુસાફરોને બહાર કાઢવાની કામગીરી અને પ્રયાસો ચાલી રહ્યા છે.