જ્ઞાનવાપી પરિસરમાં પુરાતત્વનો સર્વે આજે પાંચમા દિવસે રહેશે ચાલુ
જ્ઞાનવાપી પરિસરમાં પુરાતત્વનો સર્વે આજે પાંચમા દિવસે ચાલુ રહેશે. ગઇકાલે તજજ્ઞોની એક ટીમ આ સ્થળે પહોચી હતી. તેઓએ દિવસભર પરિસરની અંદર વૈજ્ઞાનીક અભ્યાસ કર્યો હતો. જ્ઞાનવાપીના તૈયાર નકશાના આધારે મળી રહેલી આકૃતિ, તેની બનાવટ, અને નિર્માણની વિગતો ટોપોગ્રાફી શીટ પર ઉતારવામાં આવી છે. દિવાલોની થ્રી-ડી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવવામાં આવશે. આધુનિક ટેકનોલોજી આધારીત ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, મેપીંગ અને સ્કેનીંગ, કરાવવામાં આવશે. વારાણસી અદાલતના આદેશ પર સર્વે પૂર્ણ થયા બાદ ટીમ પોતાનો અહેવાલ અદાલતને સોપશે. પરિસરની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.