ચંદ્રયાન ૧૭ ઓગસ્ટ સુધી અનેક ઓપરેશન હાથ ધરશે.
ચંદ્ર તરફ આગળ વધી રહેલા ચંદ્રયાન- ૩ માટે આજનો દિવસ ખુબ જ મહત્ત્વનો છે. ચંદ્રયાન- ૩ આજે બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યાના વચ્ચે નવા પડાવનો આરંભ કરશે. ચંદ્રયાન ઓર્બિટમાં અસર ઓછી કરવા ઉપરાંત ૧૭ ઓગસ્ટ સુધી ,ચંદ્રયાન અનેક ઓપરેશન હાથ ધરશે. તે પછી લેન્ડર અને રોવર, લેન્ડિંગ મોડ્યુલ પ્રોપેસ્શન મોડ્યુલથી અલગ થશે. અંતે લેન્ડર ચંદ્રમાની સપાટી પર ઉતરાણ કરશે.
ઇસરોના જણાવ્યા મુજબ ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્ર સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ થશે. ઉલ્લેખનીય છે કે, ૧૪ જુલાઇના રોજ ચંદ્રયાન- ૩ લોન્ચ થયું હતું. ચંદ્રયાન- ૩ એ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદ ચંદ્રની સપાટીની તસ્વીર ખેંચી હતી.