ક્વિટોમાં રેલી દરમિયાન હત્યા કરવામાં આવી.
ઈક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાંડો વિલાવિસેંશોયોની રાજધાની ક્વિટોમાં રેલી દરમિયાન હત્યા કરવામાં આવી છે. હાલના રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસોએ આ ઘટનાની પુષ્ટી કરી છે.
ફર્નાંડો વિલાવિસેંશોયો કારમાં જઈ રહ્યા હતા, તે સમયે એક વ્યક્તિએ આવીને તેમને માથામાં ગોળી મારી હતી. દક્ષિણ અમેરિકી રાષ્ટ્રમાં હિંસાઓ વચ્ચે આ સમાચાર સામે આવ્યા છે. માદક પદાર્થોની તસ્કરી અને હિંસક હત્યાઓ વધી રહી છે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ૨૦ ઓગસ્ટના રોજ થશે. હત્યાઓમાં સતત વધારો થતા રાષ્ટ્રપતિ ગુઈલેર્મો લાસોએ ત્રણ પ્રાંતમાં ઈમરજન્સી અને રાત્રે કર્ફ્યુની જાહેરાત કરી હતી.