આતંકીઓમાં કૈસર અહમદ ડાર, તાહિર અહમદ ડાર, આકિબ રશીદ ગની હોવાની ઓળખ થઈ છે.
જમ્મુ-કાશ્મીરના બડગામમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. બડગામના ખાનસાહેબ વિસ્તારમાં આ આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો. પકડાયેલા આતંકીઓમાં કૈસર અહમદ ડાર, તાહિર અહમદ ડાર, આકિબ રશીદ ગની હોવાની ઓળખ થઈ છે. આતંકીઓ પાસેથી એક ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ, બે મેગેઝીન સહિતની હથિયારો અને આપત્તિજનક સામગ્રીઓ મળી આવી છે.
રવિવારે પણ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. બુઢાલ વિસ્તારમાં કોટેરંકા જિલ્લાના ગુંડા ખવાસ ગામમાં એક આતંકીને ઠાર કરવામાં સુરક્ષાબળોને સફળતા પ્રાપ્ત થઈ હતી. આ વિસ્તારમાં આતંકી છુપાયો હોવાની સુરક્ષાબળોને સૂચના મળી હતી, જે સ્વતંત્રતા પહેલા આતંકી ઘટનાને અંજામ આપવાનો હતો.