RBIની બેઠકમાં UPIને લઈને મોટો નિર્ણય લેવાયો

રિઝર્વ બેંક દ્વારા આજે યોજાયેલ બેઠકમાં UPI લાઇટ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. UPI લાઇટ ટ્રાન્ઝેક્શન લિમિટ ૨૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે.

RBIની મોનેટરી પોલિસી કમિટીની આજે યોજાયેલ બેઠકમાં યુપીઆઈને લગતા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. એટલે જો તમે UPI યુઝર છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે.  RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

રિઝર્વ બેંક દ્વારા UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ ૨૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે. UPI લાઇટ સપ્ટેમ્બર ૨૦૨૨ માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને RBI દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ UPI પેમેન્ટ સિસ્ટમનું સરળ વર્ઝન છે.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને ૨૦૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં RBIનો રેપો રેટ ૬.૫૦ % પર રહેશે. અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા.  રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી ૨૦૨૩માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ 0.૨૫ %નો વધારો કર્યો હતો. RBIએ મે ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી વ્યાજ દરોમાં ૨.૫૦ %નો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, RBI આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા ૬ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *