રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેની સાથે આમ આદમી પાર્ટીના અન્ય સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ લંબાવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિનો તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે. રાઘવ ચઢ્ઢા પર ઘણા સાંસદોએ નકલી સહી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય આમ આદમી પાર્ટી ના અન્ય સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ લંબાવવામાં આવ્યું છે. વિશેષાધિકાર સમિતિના નિર્ણય સુધી સંજય રાજ્યસભાની કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકશે નહીં.

રાઘવ પર ગેરવર્તનનો આરોપ છે. હવે વાત એમ છે કે રાઘવે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેના આધારે ચઢ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જ્યારે મામલો પ્રિવિલેજ કમિટી પાસે હોય ત્યારે મીડિયામાં પોતાનો બચાવ કરવો એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

પાંચ સાંસદોનો દાવો છે કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચઢ્ઢાએ રજૂ કર્યો હતો. વિરોધ નોંધાવવામાં ભાજપના ત્રણ સાંસદો, એક BJD તો એક અન્નાદ્રમુકના સાંસદ છે અને  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે તપાસની માંગ કરી હતી. પાંચ સાંસદમાં સસ્મિત પાત્રા, નરહરી અમીન, સુધાંશુ ત્રિવેદી, નાગાલેન્ડના સાંસદ ફાંગનોન કોન્યાકઅને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર થમ્બીદુરાઈનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમના પર લાગેલા આરોપોને ખોટા ગણાવતા કહ્યું કે તેઓ વિશેષાધિકાર સમિતિ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપશે અને ભાજપની રણનીતિનો પર્દાફાશ કરશે.’ આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢા સામેની કાર્યવાહીને કાવતરું ગણાવતા કહ્યું કે ભાજપ યુવા અને અસરકારક સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ષડયંત્રના ભાગરૂપે આ ઝુંબેશ ચલાવી રહી છે અને એમણી સામે પાયાવિહોણા આરોપો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *