ગૃહમંત્રી અમિત શાહે દેશનાં ૩ મોટા બિલમાં ફેરફાર કરવાની ઘોષણા કરી. કહ્યું કે હું સદનને આશ્વાસન આપું છું કે તેનાથી લોકોને ન્યાય મળવામાં સરળતા રહેશે.
ભારતથી ભાગીને ગુનેગાર દુનિયાનાં કોઈ પણ ખૂણામાં છૂપાઈ જાય પરંતુ ગાયબ થઈ જવા પર ભારતમાં સજા તો થશે જ! અને તેના માટે દેશમાં એક નવો કાયદો પણ આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણાં નવા કાયદામાં પ્રાવધાન છે કે દાઉદ કે કોઈપણ ભાગેડુ દુનિયાનાં કોઈપણ ખૂણામાં હશે, તેની ગેરહાજરીમાં પણ કોર્ટમાં સુનાવણી થશે અને સજા પણ સંભળાવવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે,
અમે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એ છે ગેરહાજરીમાં પણ ટ્રાયલ કરવાનો. અનેક મામલામાં દાઉદ ઈબ્રાહિમ wanted છે. તે દેશ છોડીને ભાગી ગયો છે તેથી તેના પર ટ્રાયલ નથી થઈ શકતું. આજે અમે નક્કી કર્યું છે કે સેશન કોર્ટનાં જજ યોગ્ય પ્રક્રિયા બાદ જેને ભાગેડુ ઘોષિત કરશે તેની ગેરહાજરીમાં પણ ટ્રાયલ થશે અને તેને સજા પણ સંભળાવવામાં આવશે. “
કોઈપણ આરોપીને જો સજાની સામે અપીલ કરવી હોય તો તેને ભારત આવવું પડશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે ૩ નવા બિલ લાવ્યાં છે. IPC ૧૮૬૦,CRPC ૧૮૯૮ અને ઈન્ડિયન એવિડેંસ એક્ટ ૧૮૭૨- આ ત્રણ અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલ કાયદાઓ હતાં. અમિત શાહે કહ્યું કે ૧૮૬૦ થી ૨૦૨૩ સુધી દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલી અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ અનુસાર કામ કરતી રહી પરંતુ હવે ૩ કાયદાઓ બદલવામાં આવશે અને દેશમાં ક્રમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મોટો બદલાવ આવશે.”
હવે અમે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા બિલ ૨૦૨૩, ભારતીય એવિડેન્સ બિલ ૨૦૨૩ અને ભારતિય નાગરિક સુરક્ષા સંહિતા બિલ લાવી રહ્યાં છીએ. તેનો ઉદેશ્ય સૌને ન્યાય આપવાનો છે. હું સદનને આશ્વાસન આપું છું કે તેનાથી લોકોને ન્યાય મળવામાં સરળતા રહેશે. બિલને સ્ટેંડિંગ કમિટીમાં મોકલવામાં આવી રહ્યું છે. સામાન્ય માણસ આ નવા કાયદાનાં કેન્દ્રમાં રહેશે.” શાહે કહ્યું કે,’ પીએમ મોદીએ ૨૦૧૯ માં કહ્યું હતું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને આજના હિસાબે બનાવવામાં આવશે.’