હવે માર્ગ અકસ્માત બાદ વાહન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી શકશે નહીં, નવી જોગવાઈઓ અનુસાર ડ્રાઈવરે પોલીસને જાણ કરવાની રહેશે.
કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો હેઠળ હવે માર્ગ અકસ્માત બાદ વાહન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી શકશે નહીં. વાત જાણે એમ છે કે, નવી જોગવાઈઓ અનુસાર ડ્રાઈવરે પોલીસને જાણ કરવાની રહેશે. અન્યથા જો પકડાય તો તેને ઓછામાં ઓછી દસ વર્ષની જેલ થઈ શકે છે.
અપના દેશમાં દરરોજ કેટલાય માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. જોકે સામાન્ય લોકોમાં એક વાત એવી પણ છે કે, કોઈને કચડી નાખ્યા પછી પણ આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય છે, પરંતુ અકસ્માતમાં ઘાયલ કે મૃતકના સગા-સંબંધીઓ સારવાર માટે અથવા મૃતદેહ લેવા માટે પોલીસ અને હોસ્પિટલના ચક્કર લગાવે છે. જોકે અનેક કેસોમાં દોષી સાબિત થયા બાદ પણ દંડ ભરીને જ આરોપીને છોડી દેવામાં આવે છે.
ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઈન્ડિયન જસ્ટિસ કોડ ૨૦૨૩ માં જો કોઈ વ્યક્તિની બેદરકારીને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો આરોપીને મુક્ત થવું આસાન નહીં હોય. આઈપીસીની કલમ ૧૦૪ હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે તે ગુનામાં બે વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે.
જોકે હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે ગુનામાં દોષિત હત્યા ન થાય, જેમાં આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે, તે બંને સજાને પાત્ર છે, એટલે કે કેદ અને દંડ કરવામાં આવશે. તેની અવધિ દસ વર્ષ સુધીની હોઈ શકે છે અને દંડ પણ લાદવામાં આવી શકે છે.
- ( ૧ ):- જો કોઈ વ્યક્તિ કોઈપણ વ્યક્તિના મૃત્યુનું કારણ બેદરકારીથી અથવા કોઈપણ રીતે દોષિત હત્યાના પ્રમાણમાં ન હોય તો તેને સાત વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર રહેશે.
- ( ૨ ):- જે કોઈ વ્યક્તિ, બેદરકારીથી અથવા દોષિત હત્યાના કૃત્ય દ્વારા, કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે અને ઘટના સ્થળેથી ભાગી જાય છે અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઘટનાની જાણ ન કરે તેને જેલની સજા થશે. તેને દસ વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા થશે અને તે દંડને પાત્ર પણ રહેશે.
બિલ સંસદમાં રજૂ થયા પછી પસાર થઈ જાય છે, તો તે પછી તે લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરશે જેમની બેદરકારીથી કોઈનું મૃત્યુ અથવા ગંભીર ઈજા થાય છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, નાગરિકો તેમની જવાબદારીઓ ગંભીરતા અને ગૌરવ સાથે નિભાવે અને શાંતિ, વ્યવસ્થા જાળવવા અને દુ:ખદ પરિણામો તરફ દોરી જતા ટાળી શકાય તેવા અકસ્માતોને રોકવા માટે ન્યાય પ્રણાલીના સિદ્ધાંતોનું પાલન કરે.