કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. ૪૦ કરોડના ખર્ચે ચાર માર્ગીય થનાર ગાંધીનગરના ક-૭ થી રાંઘેજા-બાલવા-માણસા ખાતેના કામનું ખાતમુહુર્ત કરાશે. માણસા નગરપાલિકા વિસ્તારમાં અંદાજે રૂ. દોઢ કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ અને હાઇ માસ્ટ પોલના કામનું લોકાર્પણ અને રૂપિયા ૪ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થનાર ચંદ્વાસર તળાવનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે થશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારના ૮૫ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ – ૧૩ના પ્લોટ નંબર ૩૧૯ અને ૩૦૯ ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS – 2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા ૬૮ કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા ૭૯૨ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આવાસના પરિસરમાં, કોક્રીટ રોડ, પાર્કિંગ, કંમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન સાથેનો એન્ટ્રી ગેટ, સ્ટ્રીટલાઇટ, સોલર સિસ્ટમ, જનરેટર, બગીચા સાથેનો કોમન પ્લોટ, પાણીનો બોરવેલ સાથે અંડર ગ્રાઉન્ડ સમ્પ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટનીંગ સિસ્ટમ, કોમ્યુનિટી હોલ જેવી અનેકવિઘ સુવિઘાઓ અહીં પૂરી પાડવામાં આવી છે. ૮૦૦ જેટલા પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન ગાંધીનગર શહેરી વિસ્તારમાં માત્ર પ.૫૦ લાખમાં સાકાર થશે. એક આવાસની કુલ કિંમત ૮.૫૦ લાખ છે. જેમાંથી રૂપિયા ૩ લાખની સહાય સરકાર દ્વારા આ લાભાર્થીઓને આપવામાં આવી છે. આ સાથે વાવોલ વિસ્તારમાં પ્લોટ નંબર- ૩૧૫ અને ૩૨૯ ખાતે રૂપિયા ૨.૮૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બે બાગ-બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.
આત્મા ગામડાનો સુવિઘા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે ગ્રામ્ય કક્ષાએ સરકાર કરવાના ઉમદા આશયથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા ૧ કરોડ ૨૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા ૧૨ કરોડ ૩૪ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામાનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે રૂપિયા ૪૦ કરોડના ખર્ચે ગાંધીનગરના ક-૭ થી રાંધેજા-બાલવા-માણસા સુઘીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા ૧.૪૮ કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહર્ત કરવામાં આવનાર છે. માણસાના વૈભવ- વારસા સમા ચંદ્વાસર તળાવના બ્યુટિફિકેશનનું કામ અમતૃ સરોવર – ૨.૦ યોજના હેઠળ રૂપિયા ૪ કરોડ ૨૩ લાખના ખર્ચ થનાર છે. જે કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. માણસા તાલુકામાં રૂપિયા ૧૧ કરોડના ખર્ચે મોડેલ સબ રજીસ્ટિરા કચેરીના નવીન ભવન નિર્માણ કરવાના કામનું ભૂમિ પૂજન કરવામાં આવશે. તેની સાથે બાપુપુરા પી.એચ.સી અને ચરાડા સી.એચ.સી. ની તકતિનું અનાવરણ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે કરવામાં આવશે.