ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૫ બળાત્કાર સંબંધિત કાયદાઓ સાથે સંબંધિત

સરળ શબ્દોમાં સમજીએ તો, જો પતિ તેની પત્ની સાથે સંબંધ બનાવે છે, તો તેની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઈએ

ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૫ બળાત્કાર સંબંધિત કાયદાઓ સાથે સંબંધિત છે. જો કે, તેમાં એક અપવાદ પણ સામેલ છે જે જણાવે છે કે જો પત્નીની ઉંમર ૧૫ વર્ષથી ઓછી ન હોય અને પતિ તેની પત્ની સાથે સેક્સ કરે તો તેને બળાત્કાર ન કહેવાય. જોકે હવે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગઈકાલે રજુ કરાયેલા બિલમાં ઉપરોક્ત નિયમ બદલાયો છે. પત્નીની ઉંમર હવે ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ. સરળ શબ્દોમાં સમજીએ તો, જો પતિ તેની પત્ની સાથે સંબંધ બનાવે છે, તો તેની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઈએ. આ રીતે નવી જોગવાઈ POCSO એક્ટની સમકક્ષ લાવવામાં આવી છે. પોક્સો, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના તમામ જાતીય સંબંધોને ગુનાહિત ગણાવે છે પછી ભલે તે સેક્સ સહમતિથી હોય.

  • પ્રસ્તાવિત ફેરફાર સાથે સરકાર સુપ્રીમ કોર્ટના ૨૦૧૭ ના નિર્ણયને કાનૂની અસર આપવા જઈ રહી છે. જેમાં કોર્ટે IPCની કલમ ૩૭૫ નો ઉલ્લેખ કરીને સગીર પત્નીની સંમતિ વિના સેક્સને બળાત્કાર ગણાવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, પત્ની પોલીસમાં ફરિયાદ કરી શકે છે. જોકે પછી એવી દલીલ કરવામાં આવી હતી કે, આર્થિક રીતે પછાત સમાજોમાં બાળલગ્નના કિસ્સાઓ હજુ પણ આવતા રહે છે.

  • નવા બિલમાં પુખ્ત પત્ની સાથે સહમતિ વિનાના સેક્સને અપરાધ કહેવામાં આવ્યો નથી. ભારતીય ન્યાય સંહિતા અનુસાર જે કોઈ પણ વ્યક્તિ વેશ્યાવૃત્તિ અથવા બાળક સાથે ગેરકાયદેસર સંભોગના હેતુ માટે બાળકને ખરીદે છે, ભાડે રાખે છે અથવા અન્યથા મેળવે છે, તો તેને સાત વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કોઈપણ વર્ણનની જેલની સજા થશે પરંતુ જે ૧૪ વર્ષ સુધી લંબાવી શકે છે. અને તેણે દંડ પણ ભરવો પડશે.

  • જો માતાપિતા અથવા સંભાળ રાખનાર ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકને ઇરાદાપૂર્વક ત્યજી દે છે, તો તે અથવા તેણીને સાત વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની જેલ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે. સગીર સાથે બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *