વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું હતું કે, જી-૨૦ બેઠક દરમિયાન ભારત ગ્લોબલ સાઉથની ચિંતાઓને વૈશ્વિક મંચ પર મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જયશંકરે નોંધ્યું હતું કે, આર્થિક દબાણને લીધે, આ ક્ષેત્રના ઘણા દેશો તેમની આર્થિક પ્રગતિ ચાલુ રાખી શક્યા નથી અને તેમના ટકાઉ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ડૉ.જયશંકરે જણાવ્યું હતું કે, આ દેશોની વિકાસ પ્રક્રિયામાં ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટો અવરોધ છે. તેમણે કહ્યું કે વિકસિત દેશોએ વિકાસશીલ દેશો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે આગળ આવવું જોઈએ જેથી એક સમાન રમતનું ક્ષેત્ર સુનિશ્ચિત કરવા માટે ભંડોળ અને ગ્રીન ટેકનોલોજી પ્રદાન કરી શકાય. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, જી-૨૦ એ યુક્રેન સંકટ પર બે મુખ્ય તફાવતો – પૂર્વ-પશ્ચિમ વિભાજન અને ઉત્તર-દક્ષિણ વિભાજનને સંબોધવા પડશે. ભારત અત્યારે થોડી ગંભીર પરિસ્થિતિમાં છે અને આપણે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ વચ્ચેના તફાવતોને દૂર કરવા પડશે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ હાંસલ કરવા માટે જી-૨૦ સમિટની વધુ જવાબદારી હશે.