સ્વતંત્રતા દિવસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ

વડાપ્રધાન મોદીએ લોકોને દેશ સાથેના સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં સહકાર આપતા આ પગલું ભરવાનું કહ્યું.

સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ રવિવારે ( ૧૩ ઑગસ્ટ ) ટ્વીટ કર્યું અને લોકોને દેશ સાથેના સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં સહકાર આપતા આ પગલું ભરવાનું કહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટમાં કહ્યું કે, ‘હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીએ અને દેશ સાથેના આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવવામાં યોગદાન આપીએ. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વિટરનો ડીપી બદલ્યો છે અને હવે તેમના ડીપી પર ત્રિરંગા ઝંડાનો ફોટો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગા’ની તસવીર કરી દીધી છે. તેમણે દેશના લોકોને તિરંગા ઉત્સવ ઉજવવા માટે એક આંદોલનના રૂપમાં આવું કરવાની પણ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *