ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં કુદરતી આફતે મચાવી તબાહી

ઉત્તરાખંડમાં વરસાદના કારણે જોશીમઠ બ્લોકના હેલાંગ શહેરમાં એક મકાન ધરાશાયી થયું જેમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા જયારે ૫ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હેલાંગ શહેરમાં મંગળવારે એક રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ૦૭ લોકો કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમોએ રાત સુધી રેસ્કયુ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. દાખલ ઈજાગ્રસ્તોમાંથી ૨ ગંભીર છે જેમને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ૩ ઇજાગ્રસ્તોની સારવાર CHC જોશીમઠમાં ચાલી રહી છે.

ઉત્તરાખંડમાં કુદરતનો કહેર યથાવત છે. રાજ્યમાં મુશળધાર વરસાદ ચાલુ છે. ઘણી નદીઓ તણાઈ રહી છે. દરમિયાન રાહતના સમાચાર એ છે કે ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં થોડો ઘટાડો થયો છે. બીજી તરફ દિલ્હીની યમુના નદીમાં જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૯ ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડમાં હળવાથી છૂટાછવાયાથી ભારે વરસાદ પડી શકે છે. આંધી અને વીજળી પડવાની પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *