દેશમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક અહેવાલે કેટલાક એવા શહેરની યાદી તૈયાર કરી છે જે આપણા ખિસ્સાને પરવળે તેવા છે. દેશના ટોચના ૮ શહેરોમાં અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું શહેર છે. હાલમાં એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર, અમદાવાદ ભારતમાં સૌથી વધુ પોસાય તેવું શહેર છે. ૨૦૨૩ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના આધારે, ઇન્ડેક્સ લોકોની ઘરો અથવા અન્ય સામાન ખરીદવાની ક્ષમતા જણાવે છે. તે સમાન માસિક હપ્તાના ગુણોત્તર અને કુટુંબની સરેરાશ આવક પર આધારિત છે. ૨૦૨૨ માં પણ અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું શહેર હતું.
૨૦૨૩ ના પ્રથમ છ મહિનામાં, અમદાવાદનો ગુણોત્તર ૨૩ % ના દરે ભારતના ટોચના આઠ શહેરોમાં સૌથી નીચો નોંધાયો છે. તે પછી ૨૬ % ના રેશિયો સાથે પુણે અને કોલકાતાનો નંબર આવે છે. તે સરેરાશ ઘરની આવકનું પ્રમાણ છે જે EMI ચુકવણીઓ પર ખર્ચવામાં આવે છે.
દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું મુંબઈ ૫૫ % ના રેશિયો સાથે સૌથી મોંઘું શહેર છે. તે પછી હૈદરાબાદ ૩૧ % અને નેશનલ કેપિટલ રિજન ૩૦ % આવે છે. ૮ શહેરોની યાદીમાં મુંબઈ આઠમા ક્રમે છે, ત્યારબાદ હૈદરાબાદ ૭, દિલ્હી ૬, બેંગલુરુ ૫, ચેન્નાઈ ૪, પૂણે ૩ અને કોલકાતા ૨ ક્રમે છે.