દેશની આઝાદીની લડાઈના અભિન્ન અંગ અને બહાદુર સ્વાતંત્ર્ય સેનાની નેતાજીસુભાષચંદ્રબોઝને તેમની પુણ્યતિથિ પર નમન
નેતાજી સુભાષચંદ્ર બોઝની જીવનશૈલી અને તેમની રાષ્ટ્રભાવના દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે.
સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓ ભારતની આઝાદીની લડાઈના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોઝનું નેતૃત્વ કર્યું હતી. તેમના દ્વારા આપવામાં આવેલ”જય હિંદ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.
૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીજીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.
એક ઉગ્ર દેશભક્ત, જેમણે ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. તેમની અદમ્ય ભાવના અને નિઃસ્વાર્થ બલિદાન સદીઓ સુધી દેશને યાદ રહેશે.
વિશ્વ સમાચાર
તેમની પુણ્યતિથિ પર ફરી તેમને કોટી કોટી વંદન